રીલેશનશીપનું ગણિત શું કહે છે
આજકાલના સમયમાં બે વ્યક્તિ વચ્ચે રિલેશનશિપને લઇને ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. મોબાઈલના યુગમાં ફ્રેન્ડઝોન, લિવ ઈન રિલેશનશિપ, કેઝ્યુઅલ હેંગ-અપ્સ , ડેટિંગ એપ્લિકેશન્સ, અર્લી ડિવોર્સ આ બધું ખૂબ જ વધી રહ્યું છે ત્યારે ડોક્ટર સ્ટર્નબર્ગની લવ થિયરી દ્વારા રિલેશનશિપ વિશેની ઘણીબધી અસંગતતા વિશે જાણી શકીયે તો થોડું સરળ રહે. કોઈપણ રિલેશનશિપના પાયામાં ઇન્ટિમસી (આત્મીયતા), પેશન (ઘનિષ્ટતા) અને કમિટમેન્ટ (વચનબદ્ધતા ) રહેલાં છે . જો બે વયસ્ક વ્યક્તિ એકબીજા માટે ઇન્ટિમેટ હોય, લગાવ ધરાવતી હોય, મેન્ટલી એટેચ્ડ હોય પરંતુ કમિટમેન્ટનો અને પેશનનો અભાવ હોય તો માત્ર સારા મિત્ર બનીને રહી જાય છે . છેવટે ‘મને તું ગમે છે પણ આપણે ફ્રેન્ડ બનીને રહીશું’વાળો એક ફ્રેન્ડઝોન ક્રિએટ થાય છે. આગળ જતા તેમાં કમિટમેન્ટ આવે તો બની શકે કે સારા મિત્રો પાર્ટનર બની શકે.
જો બે વ્યક્તિ માત્ર લસ્ટ અને પેશનના લીધે જ એટેચ હોય પરંતુ તેમાં ઇન્ટિમસી અને કમિટમેન્ટ ન હોય તો કેઝ્યુઅલ ડેટિંગમાં પરિવર્તિત થઇ જાય છે. ક્યારેક એવાં પણ રિલેશન બને છે જેમાં કમિટમેન્ટ હોવા છતાં પેશન અને ઇન્ટિમસીનો અભાવ હોય છે. તેઓ શરૂઆતમાં સારા પાર્ટનર હોવા છતાં સંબંધ લાંબો ટકી શકતો નથી.
ઘણી વખત લવ મેરેજ પણ સમયની સાથે વિસંગતતાના લીધે બ્રેકઅપમાં ફેરવાઈ જતાં હોય છે. જે પરિસ્થિતિને એમ્પ્ટી લવ પણ કહી શકાય. કપલ કાઉન્સેલિંગમાં આ બાબત પર મુખ્ય ફોકસ કરવામાં આવે છે. જયારે બંને પાર્ટનર ઇન્ટિમેટ હોવા છતાં તેમની વચ્ચે ઘનિષ્ટ સંબંધની જરૂર ના પડે ત્યારે તેને કમ્પેશન લવ કહેવાય છે. મોટાભાગનાં કપલ ચોક્કસ ઉંમર પછી આ પ્રકારનાં રિલેશન ધરાવે છે જેમાં બાળકો અને સમાજ માટે તે ખૂબ જ સારી રીતે મળીને બધી જવાબદારી નિભાવતાં હોય છે. બેસ્ટ રિલેશન એ છે જેમાં ઇન્ટિમસી, પેશન અને કમિટમેન્ટ...આ ત્રણેય ઈમોશન સાથે હાજર હોય. આના લીધે બંને પાર્ટનર માનસિક અને શારીરિક બંને રીતે એકબીજા માટે લગાવ ધરાવે છે. બંને એકબીજાના મતભેદને આદર આપે છે અને સંબંધ સારી રીતે ચાલતો રહે છે. સાયકોલોજીમાં તેને કોન્ઝ્યુમેટ લવ કહેવાય છે.આ પ્રકારની રીલેશનશીપ ખૂબ જ ઘનિષ્ઠ હોય છે અને તે બીજા માટે પ્રેરણસ્રોત બની શકે છે . અત્યારે ફાસ્ટ જમાનામાં જ્યારે મોબાઈલ અને લવ ડેટિંગ એપ્લિકેશન નો યુસેજ વધારે છે ત્યારે લોંગ રીલેશનશીપ ની અંદર પેશન કરતા પણ મહત્વનું ઘનિષ્ઠતા છે તે એના ઉદાહરણ થી સમજી શકાય છે . બને પાત્રો એકબીજા પર વધારે વિશ્વાસ ત્યારે જ કરી શકે જ્યારે તેમની વચ્ચે વાતચીતની આપલે વધારે થાય એ પણ મુક્ત મને . ઘણાબધા રિલેશન ની શરૂઆત માં આ મુખ્ય મુદ્દો હોય છે જ્યારે તેઓ આ સબંધ ને કોઈ નામ નથી આપતા અને એકબીજા ની સબંધોની ફ્રીડમ ને હેપ્પી રિલેશન ગણે છે . તેથી આ પીરીયડ ને ગોલ્ડન પીરીયડ કહે છે . જ્યાં ટ્રસ્ટ છે ત્યાં જ પ્રેમના અંકુર ખીલે છે. જ્યારથી લેબલિંગ ચાલુ થાય છે ત્યાં પસેસિવનેસ ,ટ્રસ્ટ ઇસ્યૂ અને ઇનસિક્યુરીટીની શરૂઆત થઈ જાય છે . બને વચ્ચે જો વારંવાર એકબીજાને ટોન્ટ મારવાનુ , વાંક નીકળવાનું અને પેસીવ અગ્રેશન કરવાનુ વધી જાય ત્યાર બાદ ગેપ પડવાનું ચાલુ થઈ જાય છે જે સબંધોની કડવાશ પેદા કરી શકે છે . બે વ્યકિત એકબીજાના વચ્ચેના સ્વભાવમાં રહેલી વિષમતાઓ ને સ્વીકારી શકે અને તેને રેસ્પેક્ટ આપી શકે તો કેહવાતા સ્પેસ ની જરૂર ના રહે અને બંને એકબીજા વગર ખાલીપો અનુભવે . આ જ રાઝ છે સારી રિલેશન ટકાવી રાખવાનો !!
લાલ,પીળો અને વાદળી મૂળ રંગ કેહવાય ,બાકી ના બધા મેળવીને બનાવાય . આ રીતે રિલેશનના પાયામાં રહેલા મુખ્ય ઇમોશન્સના મિશ્રણ દ્વારા સબંધોની સ્થિરતા નક્કી થઈ શકે છે
Nice article
ReplyDelete