Fear vs phobia

 

ફિયર અને ફોબિયા વચ્ચે ખુબ જ પાતળી રેખા છે . ફિયર વાસ્તવિક હોય છે , જે એક મનુષ્ય વૃત્તિ નો ભાગ છે . જેને ઇન્સ્ટિંકટ કહેવાય છે (ઇન્સ્ટિંક્ટ). ફિયર હોવું ક્યારેક તમને ખરાબ પરિસ્થિતિ માં થી બચાવે છે . જયારે ફોબિયા કાલ્પનિક છે, જયારે ખરેખર પરિસ્થિતિ એટલી ભયાવહ ના હોય છતાં તેનો ડર લાગે તેને ફોબિયા કહેવાય છે . તે મનુષ્યમાં તેના વિકાસ સાથે આવે છે .ક્યારેક માત્ર પરિસ્થિતિનો વિચાર પણ ફોબિયા ને ટ્રિગર કઈ શકે છે .

સામાન્ય રીતે સમજાવી શકાય કે સિંહ નો ડર એટલે ફિયર જે બધા માટે કોમન છે , પરંતુ ડોગ કે ગરોળી કે કરોળિયા નો ડર ફોબિયા કહી શકાય .ફોબિયા એક અંક્સઝાયટી ડિસઓર્ડર છે જેની ટ્રીટમેન્ટ જરૂરી છે . ત્રણ મુખ્ય પ્રકારના ફોબિયા - સ્પેસિફિક ફોબિયા, સોશ્યિલ ફોબિયા અને અગોરાફોબિયા છે. સ્પેસિફિક ફોબિયા માં કુદરતી આપતિઓ ( પૂર,વાવાઝોડું,વીજળી) , પ્રાણીઓનો ફોબિયા ,મેડિકલ ટ્રીટમેન્ટ નો ડર (લોહી,ઈન્જેકશન) અને સ્પેસિફિક સ્ટિટ્યૂશન છે . અગોરાફોબિયા ખાસ કરીને કોઈક એવી પરિસ્થિતિ કે જેમાંથી નીકળી નહિ શકાય તેવું કાલ્પનિક ભય માંથી જન્મે છે .સોશ્યિલ ફોબિયા ખાસ કરીને અંતર્મુખી વ્યક્તિઓમાં જોવા મળે છે . ફોબિયા ના લીધે દૈનિક જીવન માં ઘણીબધી તકલીફો પેદા થાય છે . ખાસ કરીને ડર,બીક, ગભરામણ,બાઇચેની, કામમાં અરુચિ, ધબકારા વધી જવા કે માથાનો દુખાવો અને ઉદાસીનતા મુખ્ય છે . આ પ્રકારના ફોબિયા ની ટ્રીટમેન્ટ માં કગ્નિટિવ બિહેવિયોઉર થેરાપી

 , ફ્લૂડિંગ(flooding ) અને સાયકોએડયુકેશન મુખ્ય છે . ક્યારેક એક્સપોઝર અને રેસ્પોન્સે પ્રીવેન્ટશન દ્વારા વ્યક્તિને ધીરે ધીરે રિલેક્ષેશન થી આ પ્રકાર ના દર માંથી નીકળવા ગાઈડન્સ અપાય છે જેના લીધે વ્યક્તિની સેલ્ફ એસ્ટીમ અને કોન્ફિડન્સ વધારી શકાય . ક્યારેક અંક્સિટી માટે દવા દ્વારા તેમને આ પદ્ધતિમાં નીકળી શકાય છે . વ્યક્તિના અંદર રહેલા આ દર નું કારણ તે વ્યક્તિ ના બચપણ માં થયેલા ઘણા અનુભવો હોય છે જેના લીધે તેઓ આ પરીસ્થીથીમાં આવી જતા હોય છે . એટલે બેહાવિઓઉર થેરાપિય તેમના માટે ખુબ અગત્યની છે . સેરોટોનિન લેવલ ઘટી જવાના લીધે જે નાકારત્મક્તા છે તેને દૂર કરવી ઘણી જરૂયી છે . ટેક્નોલોજી ના ઉપયોગ દવારા વિર્ટુઅલ રિલેક્ષેશન આજકાલ ઘણું ઉપયોગી બને છે . આ દરમ્યાન કોઈપણ વ્યક્તિનો સપોર્ટ કરીને હૂંફ આપવું તેના માનસિકતા માટે ખુબ જ જરૂરી છે.દરેક ડર તે વ્યક્તિની પર્સનાલિટી જોડે જોડાયેલ છે તેથી દરેક ની ટ્રીટમેન્ટ વ્યક્તિગત રીતે થોડી અલગ પડે છે .



મૂડ મંત્ર-

કોઈપણ પ્રકારના ડર નો સામનો અને ડરવિશેની સ્વીકારવાની વ્યક્તિની ક્ષમતા જ ડર નો ઉપાય છે.


Comments

Popular posts from this blog

રીલેશનશીપનું ગણિત શું કહે છે

My husband is not taking stand for me

ધાત રોગ અને પુરુષત્વ ની નબળાઈ