ધાત રોગ અને પુરુષત્વ ની નબળાઈ

 ઘણાબધા પુરુષોને અશકિત અને નબળાઈનો અનુભવ થાય છે . આ દરમ્યાન તેમના લિંગના ભાગમાં થી સફેદ રંગનું દ્રવ્ય નીકળતું હોય જે ખાસ કરીને પેશાબ દરમ્યાન તેમને દેખાય છે . આ ઉપરાંત રાત્રે નિદ્રા સમયે સ્વપ્નદોષ પણ થયો હોય તેવું પણ બને છે . આ કારણે તેમને એ પ્રકારની સમસ્યા અનુભવાય છે કે વિર્ય ના અકારણે થતો સ્ત્રાવ આ નબળાઈનો અનુભવ કરાવે છે . આ સમસ્યાને મેડિકલ શાસ્ત્રમાં ધાત રોગ કહે છે . ધાતુ એટલે કે વીર્ય. પુરાણોના શાસ્ત્રમાં વીર્ય પુરુષત્વ નું શક્તિ માટે નું મુખ્ય દ્રવ્ય ગણાય છે . તેમાં લખેલ છે કે 40 આહાર ખાવાથી એક ટીપું લોહી બને છે . 40 લોહીના ટીપાં મળીને એક બોન- મેરો (જ્યાં લોહીનો સંગ્રહ થાય છે) બનાવે છે અને 40 બોન- મેરો મળીને એક ટીપું વીર્ય બને છે . મતલબ કે એક ટીપા વીર્યમાં અંદાજે 10 ઘોડા જેટલી તાકાત હોય છે. તેના લીધે જ્યારે વીર્યનો સ્ત્રાવ થાય છે ત્યારે વ્યક્તિની પુષ્કળ એનર્જી વપરાય છે . પરંતુ હકીકતમાં વીર્યના અંદર સેમિનાલ પ્રવાહી અને થોડા એપીથેલિયલ કોષ સિવાય ફ્રુટકોસ, ગ્લુકોઝ , પોટેશિયમ અને કેલ્શિયમ જેવા દ્રવ્યો રહેલા છે જેની કેલરી 5 થી 25 કૅલરી થી વધારે નથી હોતું . સેક્સ એ મનુષ્યની એક મૂળભૂત અભિવ્યક્તિ છે . સેક્સ ના કરીને બ્રહ્મચર્ય નું પાલન કરવું તે શાસ્ત્ર પ્રમાણે યથાયોગ્ય ગણાતું હતું ,પરંતુ માત્ર બરહ્મચર્યશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ દરમ્યાન . તેનો મૂળભૂત હેતુ વ્યક્તિનું મન વિચલિત ન થાય તે માટે હતું. ખરેખર સેક્સ એ બે પગ વચ્ચે નહિ પરંતુ બે કાન વચ્ચે એટલે કે મગજ માં હોય છે . ઘણા બધા લોકો માને છે કે વધુ પડતા હસ્ત મૈથુનના લીધે શરીરમાં નબળાઈ આવી જાય છે . આવા ઘણાબધા કારણોથી વ્યકિત એક લઘુતાગ્રંથિમાં પીડાય છે અને બિનજરૂરી રોગ જે વધુ માનસિક વિચરવવાયું હોય છે તેના શિકાર બને છે . વધુ પડતી સેક્સની ઇચ્છા થવી તે એક રોગ છે પરંતુ વીર્યના સ્ત્રવના લીધે થતી જે સમસ્યા અને નબળાઈ એ માત્ર એક મનોજાતિય રોગ છે . 

જ્યારે કોઈ વ્યક્તિ ઘણા દિવસો સુધી હસ્તમૈથુન અથવા સમાગમ નથી કરતો તો તેના શરીર માં બનતું વીર્ય અટકતું નથી . શિશ્નના આગળ ના ભાગ માં જમા થયેલા આ દ્રવ્યો પેશાબમાં જાય છે અથવા રાત્રે સુતા વખતે સ્વપ્નદોષ દ્વારા વીર્ય નીકળી જાય છે . તેના લીધે જરાપણ ગભરાવાની જરૂર નથી. આ એક શરીર નો વધારે બની રહેલા વીર્યને નીકળવા માટેનો ઉપાય છે .તેના લીધે કોઈપણ જાતની અશકિત આવતી નથી . તેના માટે ડોક્ટર દવારા થોડી વિટામિનની ગોળી અને કાઉન્સિલ કરવામાં આવે તો તે વ્યક્તિનો આ રોગ સરળતાથી દૂર થઈ શકે છે .

ઘણી વાર સ્ત્રીઓમાં પણ સફેદ પાણી ના સ્ત્રાવ ના લીધે નબળાઈની સમસ્યાઓ આવે છે જેને સ્ત્રીઓમાં થતી ધાતુ રોગ કેહવાય છે . કોઈ ઇન્ફેક્શન ના લીધે આ સફેદ પાણી જે કારણ થી આવે છે તે માટેની દવા અપાય તો દૂર થઈ શકે છે .

ક્યારેક વિચારોના લીધે શરીર માં નબળાઈ અનુભવાય તેનું આ ધાતુ રોગ મુખ્ય ઉદાહરણ છે . આ માટે તમારા ફેમિલી ડોક્ટર કે સેક્સોલોજિસ્ટ તમને હેલ્પ કરી શકે છે .


મૂડ એન્ડ માઈન્ડ 

ડો સ્પંદન ઠાકર 


Comments

  1. Saheb tame to maru tension nikali didhu , khub khub aabhaar

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

રીલેશનશીપનું ગણિત શું કહે છે

My husband is not taking stand for me