રીલેશનશીપનું ગણિત શું કહે છે
 આજકાલના સમયમાં બે વ્યક્તિ વચ્ચે રિલેશનશિપને લઇને ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. મોબાઈલના યુગમાં ફ્રેન્ડઝોન, લિવ ઈન રિલેશનશિપ, કેઝ્યુઅલ હેંગ-અપ્સ , ડેટિંગ એપ્લિકેશન્સ, અર્લી ડિવોર્સ આ બધું ખૂબ જ વધી રહ્યું છે ત્યારે ડોક્ટર સ્ટર્નબર્ગની લવ થિયરી  દ્વારા રિલેશનશિપ વિશેની ઘણીબધી અસંગતતા વિશે જાણી શકીયે તો થોડું સરળ રહે. કોઈપણ રિલેશનશિપના પાયામાં ઇન્ટિમસી (આત્મીયતા), પેશન (ઘનિષ્ટતા) અને કમિટમેન્ટ (વચનબદ્ધતા ) રહેલાં છે . જો બે વયસ્ક વ્યક્તિ એકબીજા માટે ઇન્ટિમેટ હોય, લગાવ ધરાવતી હોય, મેન્ટલી એટેચ્ડ હોય પરંતુ કમિટમેન્ટનો અને પેશનનો અભાવ હોય તો માત્ર સારા મિત્ર બનીને રહી જાય છે . છેવટે ‘મને તું ગમે છે પણ આપણે ફ્રેન્ડ બનીને રહીશું’વાળો એક ફ્રેન્ડઝોન ક્રિએટ થાય છે. આગળ જતા તેમાં કમિટમેન્ટ આવે તો બની શકે કે સારા મિત્રો પાર્ટનર બની શકે. જો બે વ્યક્તિ માત્ર લસ્ટ અને પેશનના લીધે જ એટેચ હોય પરંતુ તેમાં ઇન્ટિમસી અને કમિટમેન્ટ ન હોય તો કેઝ્યુઅલ ડેટિંગમાં પરિવર્તિત થઇ જાય છે. ક્યારેક એવાં પણ રિલેશન બને છે જેમાં કમિટમેન્ટ હોવા છતાં પેશન અને ઇન્ટિમસીનો અભાવ હોય છે. તેઓ શરૂઆતમાં સારા પાર્ટનર હોવા છ...